રાજગરાની ચિક્કી - Rajgra Chiki

રાજગરાની ચિક્કી - Rajgra Chiki
રાજગરાની ચિક્કી - Rajgra Chiki
સામગ્રીઃ 
½ કપ આખો રાજગરો
½ કપ સમારેલો ગોળ
2 ચમચા ઘી

ટીપ્સઃ 
  • આ સમગ્ર પ્રક્રિયા  ધીમા તાપે જ કરવી.  નહીંતર ચીકી વધારે ગરમ ગોળના લીધે ખુબ જ કડક થઇ જાય છે.  

રીત:

1. એક પેનને ગરમ કરી તેમાં રાજગરાના દાણાને શેકી લો. 

2.હવે બીજા  પેનમાં ઘી ગરમ કરો. તેમાં ગોળ ઉમેરીને ધીમા મધ્યમ તાપે ગરમ કરો. 

3. ગોળ ઉમેર્યા બાદ  તેને સતત હલાવતા રહો. 

4. ગોળ પીગળી જાય એટલે તેમાં શેકેલો રાજગરો ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. 

5. થાળીમાં ઘી લગાવીને આ મિશ્રણ તેમાં રેડી દો. ચમચાથી દબાવીને આ મિશ્રણ એકસરખી રીતે ફેલાવી દો.

 6. ચપ્પુથી ચોરસ ટુકડા કરી લો અને મિશ્રણને ઠંડુ થવા દો. ઠંડુ થઈ જાય એટલે ડબ્બામાં ભરી દો.
વધુ માહિતી માટે:

No comments:

Post a Comment

Instagram Post