પનીર ફ્રેન્કી-પનીર વ્ર્પ્પ - Paneer Frenkie - Paneer Wrap

પનીર ફ્રેન્કી-પનીર વ્ર્પ્પ - Paneer  Frenkie - Paneer  Wrap
પનીર ફ્રેન્કી-પનીર વ્ર્પ્પ - Paneer  Frenkie - Paneer  Wrap
સામગ્રીઃ પૂરણ માટે :

150 ગ્રામ પનીર
2 મધ્યમ સાઈઝ ની ડુંગળી
2 મધ્યમ  સાઈઝ ના ટામેટાં
1 નંગ લીલી મરચું
2 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી  ધણાજીરું પાવડર
1/2  ચમચી હળદર
1/2 ચમચી  ગરમ મસાલો
મીઠું સ્વાદ પ્રમાણે

વ્ર્પ્પ બનવવા માટે:
ફ્રેન્કી મસાલો
ટોર્ટીલા વ્ર્પ્પ
1 મધ્યમ સાઈઝ ની ડુંગળી
1 મધ્યમ  સાઈઝ ના ટામેટાં
300 ગ્રામ ચીઝ
1 વાટકી છીણેલું  ગાજર
1  વાટકી લાંબા સમારેલા મિક્સ કેપ્સિકમ (લાલ , લીલા ,પીળા  અને કેસરી  કેપ્સિકમ)
1 વાટકી આઈસ બર્ગ  અથવા કોબી  લાંબા સમારેલ
1/2 વાટકી ટમેટો સોસ


ટીપ્સઃ  
  • પનીર ફ્રેન્કી માં ફ્રેન્કી મસાલો ઉમેરવાથી ખુબ સ્વાદિષ્ટ બને છે. અને ફ્રેન્કી બનવાતી વખતે ધીમા તાપેજ શેકવી. રીત:1. સૌપ્રથમ એક નોન સ્ટિક લોઢી માં તેલ અને માખણ ઉમેરો.


2. હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરી તેને સાંતળો.હવે તેમાં થોડું મીઠું ઉમેરો.

3. જ્યાંરે ડુંગળી એકદમ પારદર્શક થય જાય એટલે તેની અંદર સમારેલા ટમેટા ઉમેરો.

4. ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ , હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને  ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી લો. હવે જ્યાં સુધી ટામેટા ગળી જાય ત્યાં સુધી તેને ચઢવા દો.

5. હવે તેની અંદરથી તેલ છુટું પડે સુધી પકાવો. ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી એકદમ ગ્રેવી જેવું બનાવો.  હવે પનીરના ટુકડાને તેની અંદર ઉમેરી દો.

6. મિશ્રણ એકદમ ઘટ્ટ બને ત્યાં સુધી તેને ચઢવા દો. હવે પનીર ફ્રેન્કી માટેનું પુરણ તૈયાર છે.

7. હવે પનીર ફ્રેન્કી બનાવવા માટે એક નોન સ્ટિક લોઢી માં થોડું માખણ ઉમેરી  તેમાં ટોર્ટીલા ની એક બાજુ ને હળવા ગુલાબી રંગ જેવું થઈ ત્યાંસુધી શેકાવા દો. હવે ટોર્ટીલા વ્ર્પ્પ ની બીજી બાજુ પર માખણ લગાડી શેકો  આ પ્રક્રિયા દરમિયાન ગેસની એકદમ ધીમી રાખવી.

8. હવે એ ટોર્ટીલા વ્ર્પ્પ પર ટામેટા સોસ લગાવી તેને ચારેતરફ ફેલાવી દો. ત્યારબાદ પનીરનું તૈયાર કરેલું પૂરણ બરોબર વચ્ચોવચ એક ચમચા જેવું ઉમેરો.

9. હવે તેના પર થોડું થોડું સમારેલી કાચી ડુંગળી, લાંબા સમારેલા કેપ્સીકમ, આઇસબર્ગ કે કોબી, ગાજર છીણેલું બરોબર પનીરના મિશ્રણના ઉપર ઉમેરો.

10.  ત્યારબાદ તેની ઉપર છીણેલું ચીઝ ભભરાવો, અને હવે બનાવેલો ફ્રેન્કી મસાલો બધી બાજુ છાંટી દો. અને આ ટોર્ટીલા વ્ર્પ્પ  ઢાંકીને જ્યાં સુધી ચીઝ ઓગળે ત્યાં સુધી પકાવો.

11. જ્યારે ચીઝ પીગળી જાય પછી પેલા નીચેથી ટોર્ટીલા વ્ર્પ્પને વાળી લો પછી બંને બાજુથી તેને વાળી લો બસ તમારી પનીર ફ્રેન્કી તૈયાર છે, જો તમારે કોઈ વસ્તુ ઓછાવત્તા  પ્રમાણમાં ઉમેરી શકો છો.
વધુ માહિતી માટે:

No comments:

Post a Comment

Instagram Post