દમ આલુ -Dum Aloo

દમ આલુ -Dum Aloo
દમ આલુ -Dum Aloo 
સામગ્રીઃ 
10 - 12 નંગ જીણી બટેટી
૨ નંગ ડુંગળી
૨ નંગ ટામેટા
એક વાટકી સમારેલી કોથમીર
બે ચમચી કિચન કિંગ મસાલો
૩ - ૪ કળી લસણ
બે ચમચી લાલ મરચું પાવડર
એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
1 ચમચી ધાણાજીરૂ
ચપટી હિંગ
મીઠું સ્વાદ પ્રમાણે
અડધી ચમચી હળદર
બે-ત્રણ ચમચા તેલ
અડધી ચમચી જીરૂ
૧ ચમચી ગરમ મસાલો
ટીપ્સઃ

  • દમાલુ ની અંદર કાશ્મીરી લાલ મરચું પાઉડર ઉમેરવાથી તેનો કલર ખુબ સરસ આવે છે અને સ્વાદમાં પણ લહેજત  આવે છે.

રીત:

1. સૌપ્રથમ દમાલુ બનાવવા માટે ઝીણા બટેટા જે આવે છે તે લો. દમ આલુના બટેટા એકદમ ઝીણા હોય તો તેમાં મસાલો ખૂબ જ સરળતાથી ચડે છે અને તેને ખાવાની પણ મજા આવે છે.

2. સૌપ્રથમ એક કુકર માં ઝીણી બટેટી ઉમેરી તેમાં જરૂર પ્રમાણે પાણી અને થોડું મીઠું ઉમેરી તેને બાફી લો. બટેટા એકદમ ગળી ના જાય તેનું ધ્યાન રાખજો.

3. બટેટા બફાઈ જાય પછી તેની છાલ ઉતારીને તેમાં કાંટા ચમચી ની મદદ થી આજુબાજુ કાણા પાડી લો આમ કરવાથી જ્યારે આપણે મસાલા તેમાં ઉમેરી શું તો તેનો સ્વાદ પણ બટેટા ની અંદર એક સરખો બેસી જશે અને દમાલુ એકદમ સ્વાદિષ્ટ બનશે.

4. આ માટે એક કડાઈમાં થોડું તેલ ઉમેરો, તેલ ગરમ થઈ જાય પછી તેની અંદર આખું જીરું ઉમેરો.જેનો કલર થોડો બદલી જાય પછી તેની અંદર ચપટી હિંગ ઉમેરો, ત્યારબાદ તેની અંદર લસણની પેસ્ટ ઉમેરી તેને થોડી વાર સાંતળી લો.

5. ત્યારબાદ તેની અંદર ડુંગળીની પેસ્ટ ઉમેરો અને તેને ફ્રાય થવા દો.  તે દરમ્યાન ૧ નાની વાટકી માં લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરૂ પાવડર, ગરમ મસાલો અને કાશ્મીર લાલ મરચું પાવડર ઉમેરી બધા મસાલા મિક્સ કરી લો, ત્યારબાદ તેમાં એક બે ચમચી પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી લો.

6. હવે આ બાજુ ચેક કરી લો એ ડુંગળી એકદમ સતળાય થઈ ગઈ છે. જ્યારે ડુંગળીમાંથી પાણી એકદમ સુકાઈ જાય અને ઘટ્ટ પેસ્ટ જેવું થઈ જાય ત્યારે તેની અંદર ઉપર તૈયાર કરેલી મસાલાની પેસ્ટ ઉમેરી દો. અને આ મિશ્રણ એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને શેકી લો. આમ થવાથી મિશ્રણની આજુબાજુથી તેલ  છુટુ થઈ ઉપર તરવા માંડશે

7. ત્યારબાદ તેની અંદર એક બે ચમચી પાણી ઉમેરી ટામેટાની પ્યુરી નાખો. અને આ   પ્યુરી માં થોડોક રસસો રહે ત્યાં સુધી તેને ચઢવા દો.  ત્યારબાદ તેની અંદર થોડી મારી ઉમેરો અને તેને મિક્સ કરી લો.

8. હવે આ બનાવેલા મિશ્રણ માં બાફેલા બટેટા અને કિચન કિંગ મસાલો ઉમેરી આ બટેટા ને મિક્સ કરી લો એકદમ એકરસ થાય ત્યાર પછી તેની ઉપર કોથમરી નાખી તેને સજાવી લો અને આ ગરમાગરમ દમાલુ ને પરાઠા કે રોટલી સાથે પીરસો. 

આ રેસિપી જરૂરથી  ટ્રાય કરો અને તમારો અભિપ્રાય મને લખી જણાવો. મારો આ લેખ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.

વધુ માહિતી માટે:

No comments:

Post a Comment

Instagram Post