તાજા લાલ મરચાની ચટણી - Taja Lal Marcha ni Chutney

તાજા લાલ મરચાની ચટણી
તાજા લાલ મરચાની ચટણી
સામગ્રીઃ 

3 નંગ તાજા લાલ મરચાં 
1/2 વાટકી કોથમરી
2 તીખા લીલા મરચા 
3 કળી લસણ 
1/2  ચમચી મરચું પાવડર 
મીઠું સ્વાદપ્રમાણે  
1 ટામેટું 
1 ચમચી  શેકેલું જીરું 
1ચમચી જીરું 


ટીપ્સઃ


  • આ  ચટણી માં ટામેટું ઉમેરવાથી તે ગળચટું  લાગે છે. અને સ્વાદમાં પણ  અલગ લહેજત  આવી જાય છે. 

રીત:


1. સૌપ્રથમ મરચાં ધોઈ સમારીને મિક્સર જાર માં  ઉમેરો.

2. હવે ચટણી માટે તેમાં મીઠું ,કોથમરી, લસણ, લાલ મરચું પાવડર, ટામેટું તેમજ લીલા સમારેલા મરચા, શેકેલું જીરું અને આખુંજીરું  ઉમેરો.  

3. હવે તેની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવો. જરૂર લાગે તો પાણી  ઉમેરવું.

 4. તમારી ચટણી તૈયાર છે.


વધુ માહિતી માટે: 

     

Instagram Post