સામાના ઢોકળા- Sama na Dhokla

સામા ના ઢોકળા

સામગ્રી:
બે વાટકી સામો
એક વાટકી દહીં
મીઠું સ્વાદ પ્રમાણમાં
બે-ત્રણ લીલા મરચા

રીત:

1.સૌપ્રથમ સામાને  મિક્સરમાં દરી એકદમ બારીક પાવડર બનાવવો।

2.  ત્યાર બાદ તેમાં એક વાટકી દહીં ઉમેરો. હવે મીઠું સ્વાદપ્રમાણે ઉમેરી બધું મિક્સ કરવું।

3. ત્યારબાદ તેમાં  લીલા મરચાં ની પેસ્ટ નાખી અને થોડું  થોડું પાણી  ઉમેરી બધું મિક્સ કરવું અને એકદમ સ્મૂધ પેસ્ટ તૈયાર કરો.

3. હવે આ મિશ્રણ માં  ખાવાનો સોડા નાખી મિક્સ કરવું.

4. તે દરમ્યાન એક બાજુ ગેસ પર ગરમ પાણી સ્ટીમરમાં મૂકો.  એક ઢોકળાની થાળીમાં  થોડું તેલ લગાડી તેમાં ખીરાને  ઉમેરો. હવે ઉપરથી થોડું મરી પાવડર છાંટી દો.

5. હવે ઢાંકણ બંધ કરી ચઢવા દો. અને દસેક  મિનિટમાં  સામાના ઢોકળા તૈયાર થઇ જશે.  ગરમાગરમ  ઢોકળા  ચટણી સાથે પીરસો. 😋😋😋

વધુ માહિતી માટે:

Recent Post

બુંદી રાયતા -Bundi Rayata | Raita

Instagram Post