મસાલા પૌવા બટેકા- Masala Pauva Bateka

મસાલા પૌવા બટાકા
રીતઃ


2 વાટકી પૌવા

1 નાની ડુંગળી
2-3 લીલા મરચાં
1 બાફેલું બટેકુ
1/4 વાટકી કોથમરી

સજાવટ માટે

1 નંગ ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટા
1/2 નંગ  દાડમ
1/2 વાટકી  બારીક  સેવ
1/2 વાટકી તારેલા સીંગ દાણા

સામગ્રીઃ 


1. સૌપ્રથમ  પૌવા  ને ધોઈ પાણી નિતારી લેવું. ત્યારબાદ  તેમાં હળદર , મીઠું સ્વાદપ્રમાણે, ગરમ  મસાલો , ખાંડ નખાઈ દેવી.


2. હવે એક કડાઈ માં  તેલ મૂકો.  તેલ આવી  જાય પછી તેમાં  જીરૂં નાખી  થોડું શેકવા  દો . પછી તેમાં ડુંગળી નાખી ફ્રાય થવા દો. ત્યારબાદ લીલી મરચું ઉમેરો,

3. હવે પૌવા ને તેમાં ઉમેરી  બધું સરખી રીતે મિક્સ કરી લો.

4.  હવે  5 મીનીટ  સુધી  ફ્રાય  કરી લો.

5. તમારા પૌવા  તૈયાર છે. હવે એક પ્લેટ માં  સર્વ  કરો અને ઉપર થી કોથમરી ભભરાવો. ત્યાર બાદ ચાટ  મસાલો છાંટો  અને  ઉપર થી ઝીણી  સેવ, ટમેટાં, તરેલા શિંગ દાણા અને દાડમ  નાખી ગરમાગરમ  પીરસો.  
આ રેસિપી  જરૂર ટ્રી કરો અને મને કોમેન્ટ  કરી જાણવો.

નવી રેસીપી  માટે નીચેની લિંક પાર ક્લિક કરો.     

Recent Post

નાન ખટાઇ- Naan Khatai

Instagram Post