તવા ગાર્લિક નાન - Tawa Garlic Naan

નાન 

સામગ્રી:

૨ વાટકી  મેંદાનો લોટ
૧ વાટકી ઘઉંનો લોટ
મીઠું સ્વાદ પ્રમાણે
૧/૨ ચમચી ખાવાના સોડા
૧/૪ ચમચી બેકિંગ પાવડર
તેલ
કોથમરી
૨- ૩ લસણની કળી
1 ચમચી દળેલી ખાંડ 

રીત:


1. સૌપ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ ઘઉંનો લોટ સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી બેકિંગ સોડા, બેકિંગ પાવડર અને બે ચમચી તેલ ઉમેરી બધું મિક્સ કરી લેવું.

2.ત્યારબાદ તેમાં એક ચમચી દળેલી ખાંડ ઉમેરી થોડું થોડું પાણી નાખી લોટ બાંધવો. લોટ એકદમ પોચો ના થાય તેનું ધ્યાન રાખો. 

3. લોટ ને અડધો  કલાક એક ઢાંકી રાખવો. ત્યારબાદ તેને થોડું તેલ લગાડી એકદમ લિસ્સો બનાવી લેવો.

4. હવે તેમાંથી મીડિયમ સાઇઝના લુવા બનાવવા.ત્યારબાદ તેને પાટલા અને વેલણની મદદથી અંડાકાર આકારમાં(oval  shape) વણી લેવી. 

5. ત્યારબાદ નાનની એકબાજુ ક્રશ કરેલું લસણ અને કોથમરી ઉમેરી ફરી એકવાર વણી લેવી. તે દરમિયાન ગેસ ચાલુ કરી લો અને લોઢી તપવા મૂકો.

6. હવે  લોઢી તપે એટલે એક બાજુ પર પાણી લગાડી પાણી વાળો ભાગ લોઢી પર આવે એવી રીતે ગોઠવો.
જ્યારે નીચેથી શેકાવા માંડે પછી  લોઢી ને ગેસ પર ઉંધી રાખી થોડા થોડા અંતરે ફેરવવી નાન ને  શેકો. તમને એકદમ કૂણી અને   બદામી રંગ ની નાન  જોવા મળશે .

7. હવે તેના પર માખણ  લગાડી  સબ્જી સાથે પીરસો  અને  સ્વાદની મોજ માણો!!!!!

વધુ માહિતી માટે:


Instagram Post